- Ministry of Skill Development and Entrepreneurship હેઠળ આવેલ Directorate General of Training (DGT) એ ધંધાકીય તથા વ્યવસાયિક જરૂરિયાત મુજબના અલગ અલગ ઘણાબધા Courses ધરાવે છે.
- આવા Vocational Training Program (વ્યવસાયિક તાલીમ કાર્યક્રમો) National Council of Vocational Training (NCVT) દ્વારા ચલાવવામાં આવે છે.
- Craftsman Training Scheme (CTS) અને Apprenticeship Training Scheme (ATS) એ બંને NCVT ની મુખ્ય ટ્રેનિંગ સ્કીમ છે.
- COPA ટ્રેડ એ CTS હેઠળ ચાલતો ખુબજ પ્રચલિત ટ્રેડ છે.
- COPA ટ્રેડનો તાલીમી સમયગાળો 1 વર્ષનો છે.
- COPA નુ આખું નામ Computer Operator and Programming Assistant .
- કમ્પ્યૂટરની સામાન્ય સમજણ હોય અને સરળતાથી જરૂરી કાર્યો કમ્પ્યુટર પાસેથી લઈ શકે તેવા વપરાશકર્તાને Computer Operator કહે છે.
- કમ્પ્યૂટરમાં વપરાતા સોફ્ટવેર એ વિવિધ પ્રોગ્રામનો સમૂહ છે. આવા પ્રોગ્રામ તથા પ્રોગ્રામિંગ ભાષા વિષે જાણકારી ધરાવનાર વ્યક્તિ પ્રોગ્રામિંગ માટે મદદરૂપ થાય તેને Programming Assistant કહે છે.
- આજના યુગમાં કમ્પ્યુટરનો દિવસે ને દિવસે વપરાશ વધતો જાય છે અને કોમ્પ્યુટર વગર કોઇપણ ક્ષેત્રનું કાર્ય સરળતાથી થઈ શકતું નથી, જેથી COPA એ વ્યાવસાયિક શિક્ષણ માટે ખુબજ મહત્વનો ટ્રેડ છે.
- COPA ટ્રેડમાં કમ્પ્યુટરનાં પાયાની જાણકારીથી લઈને પ્રોગ્રામિંગ સુધીની તાલીમ આપવામાં આવે છે.
- COPA ટ્રેડમાં કમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટવેર, નેટવર્કિંગ વગેરે જેવા ખુબજ મહત્વના વિષયો પર તાલીમ આપવામાં આવે છે જેના કારણે COPA ટ્રેડ કરનાર માટે વ્યવસાયિક એકમોમાં રોજગારીની વિશાળ તકો રહેલ છે.
- COPA ટ્રેડ સફળતા પૂર્વક પૂર્ણ કર્યાબાદ તાલીમાર્થીને સરકારી-અર્ધ સરકારી તથા ખાનગી એકમો જેવાકે રેલ્વે, બેન્ક, મહાનગરપાલિકા - નગરપાલિકાની કચેરી, વગેરે જેવા એકમોમાં રોજગારીની વિશાળ તકો રહેલ છે.
